ખૂબ જ કામના છે આ ટોટકા, એ કરવાથી કોઈ પણ બની શકે છે ધનવાન

સૌ કોઈના જીવનમાં ધન ઘણું મહત્વ ધરાવે છે અને પૈસા કમાવવા માટે ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે. જોકે, એ પછી પણ એમનું નસીબ એમને સાથ નથી આપતું અને ઇચ્છવા છતાં ધન ભેગું નથી થતું. જો તમે પણ એવા લોકોમાંથી છો અને તમારા જીવનમાં પણ ધનની કમી છે. તો મહેનત કરવાની સાથે સાથે નીચે જણાવેલ ઉપાયો પણ કરો. આ ઉપાયો કરીને જીવનમાં હંમેશા ધન રહેશે અને ક્યારેય પૈસાની કમી નહીં થાય.શુક્રવારના દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. જે લોકો આ દિવસે માં ને યાદ કરે છે, અને એમની પૂજા કરે છે. એમની પર માં ની કૃપા હંમેશા જળવાયેલી રહે છે. એટલે તમે શુક્રવારે માં લક્ષ્મીનું પૂજન જરૂર કરો અને એમને કમળનું ફૂલ જરૂર અર્પિત કરો.ગુરુવારના દિવસે તમે આ ઉપાય કરો. આ દિવસે એક નાળીયેર લઈને એને પીળા રંગના કપડામાં લપેટી દો. પછી લાડુ અને જનોઈ લઈને આ બધી વસ્તુઓને વિષ્ણુજી પાસે રાખી દો અને પૂજા કરો. સાથે વિષ્ણુજીના મંત્રોનો જાપ કરો. આ રીતે સાત ગુરુવાર નાળીયેર વિષ્ણુજીને અર્પિત કરવાથી ધનની સમસ્યા ખત્મ થઇ જશે.

વિષ્ણુજીના મુખ્ય મંત્ર

विष्णु रूपं पूजन मंत्र-शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम। विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम। लक्ष्मी कान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म।
ॐ नमोः नारायणाय. ॐ नमोः भगवते वासुदेवाय।

વિષ્ણુ ગાયત્રી મહામંત્ર

ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
वन्दे विष्णुम भवभयहरं सर्व लोकेकनाथम।
विष्णु कृष्ण अवतार मंत्र- श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेवाय।।જે લોકો પાસે જરાય ધન ના ટકતું હોય અને આવે એવા પૈસા ખર્ચ થઇ જતા હોય એવા લોકોએ આ ઉપાય કરવો. આ ઉપાયમાં તમારે મંગળવારે લાલ રંગના સિંદૂરમાં ચમેલીનું તેલ ઉમેરવું. એ પછી નાળીયેર પર સિંદૂરથી સ્વસ્તિકનું ચિન્હ બનાવવું. પછી આ નાળીયેર હનુમાનજીના ચરણોમાં અર્પિત કરો અને એમને પ્રાર્થના કરો કે ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરી દે. આ ઉપાય તમારે ૫ મંગળવાર સુધી કરવા. આ ઉપાય કરવાથી ધન ટકવા લાગશે અને એની સાથે જોડાયેલ બધી સમસ્યા ખત્મ થઇ જશે.શનિવારે પીપળાના ઝાડની પૂજા કરો. પૂજા કરતા સમયે આ ઝાડની સામે ત્રણ ઘી ના દીવા કરો. પછી આ ઝાડની પરિક્રમા કરો અને પૂજા પૂરી થયા પછી એક પીપળાનું પાન તમારા ઘરે લઇ આવો. આ પાનને તિજોરીમાં કે પર્સમાં રાખી દો. આ ઉપાય કરવાથી તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે. તમે ઈચ્છો તો તમારા વેપાર સ્થળ પર પણ પાન રાખી શકો છો. એવું કરવાથી વેપાર સારી રીતે ચાલશે અને ધનમાં બરકત થશે.એક એલાયચી લાલ રંગના કપડામાં લપેટી દો. પછી એ લક્ષ્મી માં ના ચરણો પાસે રાખી દો. માં ની પૂજા કરો. પૂજા થયા પછી આ કપડું ઉઠાવીને તમારા પર્સમાં રાખી દો. એવું કરવાથી પર્સમાં હંમેશા પૈસા રહેશે અને વધારે ખર્ચથી પણ છુટકારો મળી જશે. આવકના સ્ત્રોતમાં વધારો થાય એના માટે તમે આ ઉપાય કરીને જુઓ. આ ઉપાય કરવાથી આવકના સ્ત્રોત ખુલી જશે અને ઘણું ધન આવવા લાગશે. નાળીયેરનું છીણ લો અને નાળીયેરનું પાણી ઉમેરીને એને સુકવી લો. પછી એ છીણને તમારે સાત પડિયામાં નાખી લો. તમે ઈચ્છો તો કોઈ કપડામાં પણ એ નાખી શકો છો. એક એક પડીયું ઘરના ચારે ખૂણે રાખી દો. વધેલ પડીયામાંથી એક ઘરની છત પર, એક પીપળાના મૂળમાં અને એક તમારા પર્સમાં રાખી દો. આ ઉપાય કરતા જ તમારા જીવનમાં ધન આવવાના ઘણા માર્ગ ખુલી જશે.