વિજ્ઞાન પણ આ મંદિરના રહસ્યો સામે પાણી ભરે છે, દર ગુરુવારે થાય છે ચમત્કાર

ભારતના સૌથી મોટા મંદિરોમાંનુ એક એટલે ભગવાન તિરુપતિ બાલાજી મંદિર. તે મંદિરમાં દર ગુરુવારે એક ચમત્કાર થાય છે. માનવામાં આવે છે કે ભગવાન બાલાજી તેમની પત્ની સાથે તિરુમાલામાં રહે છે.બાલાજી દરેક ભક્તની ઇચ્છા પૂર્ણ કરે છે અને જે ભગવાનના ચરણોમાં સાચા મનથી શીષ ઝુકાવે છે તેમને ક્યારેય દુઃખનો સામનો નથી કરવો પડતો.

આ છે મંદિરના રહસ્યોમાનવામાં આવે છે કે મંદિરમાં રહેલી ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ પર રહેલા વાળ અસલી છે અને ક્યારેય ગુંચવાયા નથી. આ મૂર્તિમાં કાન લગાવીને સાંભળીએ તો તેમાં સમુદ્રના મોજા સંભળાય છે અને આ મૂર્તિ ભેજવાળી જ રહે છે.

મંદિરના મુખ્ય દરવાજા પાસે એક લાકડી રહેલી છે અને તેને લઇને માન્યતા છે કે બાલાજીને આ લાકડીથી માર મારવામાં આવ્યો હતો અને તેમને ઇજા થઇ હતી. તે દિવસથી શુક્રવારે તે લાકડી પર ચંદન લગાવવામાં આવે છે.આ મંદિરમાં એક અખંડ દિવો છે, તેમાં ક્યારેય ઘી ઉમેરવામાં આવતુ નથી અને આ દિવો ક્યારે અને કોણે પ્રગટાવ્યો તેની પણ કોઇને જાણકારી નથી.

ભગવાનની મૂર્તિ પર વિશેષ પ્રકારનું કપૂર લગાવવામાં આવે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે જો અન્ય કોઇ પથ્થર પર આ લગાવવામાં આવે તો તેમાં તિરાડ પડી જાય છે પરંતુ આ મૂર્તિમાં કોઇ નુકસાન થયુ નથી.દેવી લક્ષ્મી ભગવાનના હ્રદય પર બિરાજમાન છે અને દર ગુરુવારે બાલાજીને સ્નાન કરાવીને ચંદનનો લેપ લગાવવામાં આવે છે ત્યારે તેમના હ્રદય પર માતાની છબિ ઉપસી આવે છે.