ચેન્નાઈમાં છે ‘થલાઈવા’ નો બંગલો, જુઓ રજનીકાંતના આલીશાન ઘરના ફોટા

સાઉથ ઇન્ડિયન મૂવીઝના સુપરસ્ટાર રજનીકાંતની સમગ્ર ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ છે. રજનીકાંત થલાઈવાના નામે પણ ઓળખાય છે. એમણે પોતાની કળાના દમ પર સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. રજનીકાંતે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. એમણે બોલીવુડ ફિલ્મોમાં પણ ઘણું કામ કર્યું છે. એમણે પોતાના હુનરથી લોકોનું દિલ જીત્યું છે. પોતાની ઓળખ માટે રજનીકાંત કોઈના મોહતાજ નથી. રજનીકાંતની સફળતાની આ સફર એટલી સરળ નથી રહી.
અહિયાં સુધી પહોંચવા માટે એમણે ઘણો સંઘર્ષ કર્યો છે. આટલું નામ અને શોહરત મેળવવા માટે એમને ઘણી મહેનત કરવી પડી છે. તમને જણાવી દઈએ કે અભિનયના ક્ષેત્રમાં આવતા પહેલા રજનીકાંત કુલી અને બસ કંડકટર સુધીના કામ કરી ચુક્યા છે. પણ એક દિવસ રજનીકાંતે એવો નિર્ણય લીધો કે તેઓ મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં અભિનય શીખશે.

એમને આ કોર્સ વિષે માહિતી એક જાહેરાત દ્વારા મળી હતી. તમને જણાવી દઈએ કે અભિનેતા રજનીકાંતે ઇન્સ્ટીટયુટમાં ભણવાનું શરુ કર્યું,અને અહિયાથી શરુ થઇ રજનીકાંતની થલાઈવા બનવાની સફર. એમણે શરૂઆત કરી એ પછી રજનીકાંત ક્યાંય રોકાયા નહીં અને એ પોતાના જીવનમાં બુલંદીઓ પર પહોચતા ગયા. એમણે ફિલ્મ જગતથી જેટલું નામ કમાયું છે, એટલી જ શોહરત પણ કમાઈ છે.

અત્યારે તો અભિનેતા રજનીકાંતની ગણતરી સૌથી વધારે કમાણી કરવાવાળા કલાકારોમાં કરવામાં આવે છે. રજનીકાંતનો ચેન્નાઈમાં આલીશાન બંગલો છે. એક સમય એવો હતો જયારે આ ઘર એમનું સપનું હતું, અને આજે આ સપનાને હકીકતમાં તેઓ બદલી ચુક્યા છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે રજનીકાંતના સુંદર બંગલામાં પારંપરિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંગલાના પ્રવેશ દ્વારથી માંડીને બંગલાની પાછળ બનેલ બગીચા સુધી બંગલાને સુંદર બનાવવામાં આવ્યો છે. જે જોઇને તમારી નજર જ નહીં હટે. તમે એમના આલીશાન ઘર જોતા જ રહી જશો.

જણાવી દઈએ કે રજનીકાંતની દીકરી સૌન્દર્યા રજનીકાંતના આ શાનદાર બંગલાના ઘણા ફોટા અવારનવાર સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. એટલું જ નહીં , એમણે ઘરના અંદરના ફોટા પણ શેર કર્યા છે. એમણે શેર કરેલ ફોટામાં આ બંગલાની ભવ્યતા જોઈ શકાય છે.
રજનીકાંત પોતાના આ સુંદર ઘરમાં સમગ્ર પરિવાર સાથે હોળી, દિવાળી, પોંગલ જેવા તહેવાર પરિવાર સાથે જ મનાવે છે. અને એ પોતાના ઘરના સભ્યો સાથે પોતાના આલીશાન બંગલામાં ખુબ જ ખુશ દેખાય છે.

તમારી માહિતી માટે જણાવી દઈએ કે રજનીકાંત ભલે સાઉથ ઇન્ડિયાના સુપરસ્ટાર હોય, પણ એમનો જન્મ મરાઠી પરિવારમાં થયો છે અને એમનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. રજનીકાંતનું નામ એમના સાચા નામ શિવાજી મહારાજથી પ્રેરણા લઈને રાખવામાં આવ્યું છે. બોલીવુડ ફિલ્મોમાં રજનીકાંતે ફિલ્મ અંધા કાનૂનથી પોતાના બોલીવુડ કરિયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે અમિતાભ બચ્ચન અને હેમા માલિની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.