‘મિશન ઈમ્પોસિબલ ૭’ માં દેખાશે બાહુબલી સ્ટાર પ્રભાસ, આ રીતે થઇ ફિલ્મમાં અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી

સાઉથના ડાયરેક્ટર એસએસ રાજમૌલીની ફિલ્મ બાહુબલીએ દુનિયાભરમાં ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મની ખૂબ જ ચર્ચા થઇ હતી. આ ફિલ્મને દુનિયાભરથી પ્રેમ મળ્યો હતો. એ સાથે જ આ ફિલ્મમાં કામ કરવાવાળા અભિનેતા પણ સુપરહીરો બની ગયા હતા. એમને જોરદાર લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં હતા પ્રભાસ. પ્રભાસની કિસ્મત તો જાણે આ ફિલ્મ પછી એવી ચમકી કે એ બોલીવુડ અભિનેતાઓથી પણ વધારે મશહૂર થઇ ગયા.




હવે દુનિયાભરમાં એમના ચાહકો એમની દરેક ફિલ્મની આતુરતાથી રાહ જોવે છે. એમની લોકપ્રિયતાને લીધે હવે ખબર આવી રહી છે કે એ ‘મિશન ઈમ્પોસીબલ ૭’ માં જોવા મળશે. વાત એવી છે કે હાલમાં એવી ખબર છે કે પ્રભાસને એક હોલીવુડ પ્રોજેક્ટ માટે કાસ્ટ કરવામાં આવ્યા છે. એ સાથે જ એવી ખબર વાયરલ થઇ રહી છે એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોમ ક્રૂઝની હવેની ફિલ્મ મિશન ઈમ્પોસીબલ ૭ માં પ્રભાશ એક્શન કરતા જોવા મળશે.





તમને જણાવી દઈએ કે આ વિષે પ્રભાસ અથવા એમની ટીમ તરફથી કોઈ એવું એલાન કરવામાં આવ્યું નથી. પણ આ વાયરલ થઇ રહલે ખબર મુજબ ‘મિશન ઈમ્પોસીબલ’ ના બે ભાગ ડાયરેક્ટ કરી ચૂકેલ નિર્દેશક ક્રિસ્ટોફર મેકક્વેરી અને પ્રભાસ વચ્ચે આ ફિલ્મના હવે પછીના ભાગ વિષે વાતચીત પણ થઇ ચુકી છે. ખબર છે કે આ બંનેની મુલાકાત ઇટલીમાં થઇ છે. બંને એ અહિયાં ફિલ્મને લઈને વાતચીત કરી.




ખાસ વાત એ છે કે અભિનેતા પ્રભાસ પોતાની આવનારી ફિલ્મ ‘રાધેશ્યામ’ ના શૂટિંગ માટે ઈટલીમાં હતા. જોકે,એના વિષે કઈ કહી શકાય એમ નથી કે એ મિશન ઈમ્પોસીબલ ૭ માં જોવા મળશે કે નહીં. પરંતુ આ ખબરથી એના ચાહકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે મિશન ઈમ્પોસીબલ સીરીજ વર્ષ ૧૯૯૬ માં શરુ થઇ હતી. આ ફિલ્મ પોતાના જોરદાર સ્ટંટ માટે જાણીતી છે. હેલિકોપ્ટર સ્ટંટ પણ આ ફિલ્મની ખાસિયત છે. લોકો આ સીરીઝના સાતમાં ભાગ અને પ્રભાસની એન્ટ્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.









પ્રભાસની ફિલ્મો વિષે વાત કરીએ તો જલ્દી જ એ રાધેશ્યામમાં પૂજા હેગડે સાતે રોમાન્સ કરતા દેખાવાના છે. એ સિવાય એ ફિલ્મ ‘આદિપુરુષ’ માં ભગવાન રામની ભૂમિકા નિભાવતા જોવા મળશે. તો નિર્દેશક નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવનારી ફિલ્મ ‘રેમ્બો’ ની હિન્દી રીમેક પર પણ પ્રભાસ પોતાનો જાદૂ બતાવવાના છે.




મિશન ઈમ્પોસીબલ ફ્રેન્ચાઇઝીના ભારતીય કનેક્શન વિષે વાત કરીએ તો મિશન ઈમ્પોસીબલ – ઘોસ્ટ પ્રોટોકોલમાં ભારતના અભિનેતા અનિલ કપૂર એક નાનકડી ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અનિલે ઇન્ડિયન મીડિયા ટાઈકૂન બૃજ નાથનું પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મને ભારતમાં પ્રમોટ કરવા માટે ટોમ ભારત આવ્યા હતા અને અનિલ સાથે ફિલ્મને પ્રમોટ કરી હતી. મિશન ઈમ્પોસીબલના ભારતમાં પણ લાખો કરોડો ફેંસ છે.









આ ફિલ્મની સીરીજને અહિયાં પણ ઘણો પ્રેમ આપવામાં આવે છે. હાલમાં એમની પાસે મોટા મોટા પ્રોજેક્ટ્સની લાઈન લાગેલી છે. જેમાં રાધેશ્યામ, આદિપુરુષ, સલાર અને નાગ અશ્વિનની અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની સાથે ફિલ્મો શામેલ છે. પ્રભાસ પાસે એ સિવાય અન્ય પણ ઘણા પ્રોજેક્ટ લાઈનમાં છે.