શું તમારા બાળકને પણ વારંવાર તરસ લાગે છે ચેતી જજો થઇ શકે છે આ બીમારી, જાણીલો સમગ્ર બાબત…

ડાયબિટીઝ એટલે જીવનશૈલીને લગતી એક ગંભીર બીમારી. જો તમે વિચારતા હોવ કે આ બીમારી ખાલી વ્યસન કરતા વ્યક્તિને જ થાય છે તો તમે ખોટું વિચારી રહ્યાં છો કારણ કે ડાયાબિટીસ રોગનો દર યુવા અને બાળકોમાં વધી રહ્યો છે. જયારે કે યુવા અને બાળકોમાં આ રોગની શરૂઆતમા સ્વાસ્થ્યમા સુધારો થઇ શકે છે. નેશનલ ડાયબિટીઝ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ 2020 અનુસાર, અમેરિકામા 20 વર્ષથી નીચેની ઉમરવાળા લગભગ 2,10,000 બાળકો અને યુવાને ડાયાબિટીસથી પીડિત છે. ચાલો જોઈએ તમારા છોકરો મા ડાયાબિટીસના કયા-કયા લક્ષણો જોવા મળે છે.

વારે-વારે તરસ લાગવી અને પેશાબ લાગવો


મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર વારે-વારે તરસ લાગવી અને વારે-વારે પેશાબ લાગવો આ ડાયાબિટીસના લક્ષણ માંથી એક છે, જ છોકરાઓમા પણ દેખાય છે. જો તમારા બાળકને પણ જરૂરતથી વધારે તરસ કે પેશાબ લાગતો હોય ડૉક્ટરની મુલાકાત જરૂરથી કરવી.

અતિશય ભૂખ લાગવી


એક્સપર્ટના અનુસાર ડાયાબિટીસથી પીડિત બાળકોને અતિશય ભૂખ લાગતી હોય છે. જ્યારે કે એમને બરાબર ખવડાવા પર પણ એના શરીરમા ઉર્જાની કમી રહેતી હોય છે અને વારે-વારે ભૂખ લાગ્યા કરે છે. અગર તમારા બાળકમાં પણ જો આ લક્ષણો દેખાતું હોય તો ડૉક્ટરનેની મુલાકાત જરૂર લેવી.

અચાનક વજન ઓછો થવો અને થકાન મહેસૂસ થવું


એક્સપર્ટસ અનુસાર ડાયાબિટીસથી પીડિત બાળકોના વજનમાં અચાનકથી ઘટાડો આવવા લાગે છે અને હંમેશા થકાન અનુભવાય છે. આવામાં જરૂરી છે કે માત-પિતા પોતાના છોકરા પર ધ્યાન આપે અને લક્ષણો દેખાય એટલે તરત ડોક્ટરનો સંપર્ક કરે.

ચીડિયો સ્વભાવ


આ પણ ડાયબિટીઝનો એક લક્ષણ જ છે. આમ તો અમુક છોકરાઓ થોડા જિદ્દી હોય છે, પણ પ્રેમથી સમજવાથી પર હસી-ખુશી થી સમજી જાય છે, પણ તમારા છોકરા ચીડચીડા છે અને આ લક્ષણ વારે-વારે દેખાય છે, તો બની શકે કે તમારા બાળકને ડાયબિટીઝ હોય. આવામાં તમારા ફેમિલી ડોક્ટરને સાથે ચર્ચા કરવી જોઈએ.