Categories
રસોઈ

કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો લીલી ડુંગળી અને રતલામી સેવનું શાક

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળી અને સેવનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.

સામગ્રી

 • ૬ નંગ લીલી ડુંગળી
 • ૫૦ ગ્રામ રતલામી સેવ
 • ૩ ચમચી તેલ
 • ૧/૨ ચમચી રાઈ
 • ૧/૨ ચમચી રાઈ
 • ૧/૨ ચમચી જીરું
 • ૧ ચપટી હિંગ
 • ૧/૨ ચમચી હળદળ
 • ૧ ચમચી લાલ મરચું
 • ૧/૨ ધાણા પાવડર
 • સ્વાદનું સાર મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી લેવી

હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી તતડવા દેવા તે તતડી ગયા બાદ હિંગ નાખી તરત સમારેલ ડુંગળી નાખવી, હલાવીને સેવમાં મીઠું હોવાથી ડુંગળીના માપનું જ મીઠું ઉમેરવું, બાકીના મસાલા હળદર, ધાણા પાઉડર, લાલ મરચું ઉમેરી ડુંગળી કુક થવા દેવી, લીલી ડુંગળીમાં કુદરતી પાણી હોવાથી તે જલ્દી પાકી જશે.

હવે તેમાં જો રસો કરવો હોય તો 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું નહીતર ડાયરેક્ટ ઝીણી સેવ નાખીને શાક હલાવીને ગેસ બંધ કરી દેવો, તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ડુંગળી અને સેવનું શાક…

Categories
રસોઈ

સેન્ડવીચ સાથે ખવાતી લીલી ચટણી આ રીતે બનાવો માત્ર 5 મિનિટમાં

લીલી ચટણી સાથે કોઇપણ વસ્તુની ખાવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. લીલી ચટણી સૌથી વધુ સેન્ડવીચમાં લગાવવામાં આવે છે. જેનાથી તેનો સ્વાદ વધી જાય છે. પરંતુ આ ચટણી બીજી લીલી ચટણીથી વધારે ટેસ્ટી હોય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય લીલી ચટણી..

સામગ્રી

 • 4 ચમચી – ફીકી બુંદી (રાયતા બુંદી)
 • 1 ચમચી – શેકેલી ચણા દાળ
 • 3 ચમચી – પાણી
 • 10 નંગ – લીલા મરચા
 • 1 ટૂકડો – આદુ
 • 4 કળી – લસણ
 • 1/2 ચમચી – જીરૂ
 • 1 મુઠ્ઠી – કોથમીર
 • 1 નંગ – લીંબુનો રસ
 • 1/4 કપ – પાણી
 • સ્વાદાનુસાર – મીઠું
 • 1/2 બાઉલ – ફુદીનાના પાન

બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સરમાં બુંદી, ચણા દાળ અને 3 ચમચી પાણી ઉમેરીને 2-3 મિનિટ રહેવા દો.

જેથી બુંદી અને દાળ ફુલી જાય તે બાદ તેમાં કોથમીર, તળેલા ચણા, જીરું, મીઠું, લીંબુનો રસ, લસણ, આદુ અને લીલા મરચા નાખો. હવે ઢાંકણ બંધ કરીને તેને પીસી લો.

તૈયાર ચટણીને બાઉલમાં નીકાળી લો. હવે ચટણીમાં મિઠાસ જોઇએ તો તેમા એક નાની ચમચી ખાંડ પણ મિક્સ કરી શકો છો. આ ચટણીને તમે સેન્ડવચીમાં ઉપયોગમાં લઇ શકો છો.

Categories
રસોઈ

ચાલો આજે જાણીએ ઘરે જ હોટેલ જેવું વેજ ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત વિષે

દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હારવું ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ વેજ ડ્રાય મન્ચુરીયન ઘરે જ બનાવવાની રીત જણાવીશું.

મન્ચુરીયન તૈયાર કરવા માટેની સામગ્રીઓ

 • બારીક સમારેલ કોબીજ – ૧ નંગ
 • છીણેલા ગાજર – ૪ નંગ
 • મેંદો – ૨ ચમચા
 • આજીનો મોટો – અડધી ચમચી
 • કોર્નફ્લોર – ૬ ચમચી
 • બારીક સમારેલા મરચા – ૪ નંગ
 • કાળા મરી પાવડર – ૧ ચમચી
 • નમક – સ્વાદ અનુસાર
 • ઓઈલ – ૧ બાઉલ

મન્ચુરિયન સોસ તૈયાર કરવા માટેની સામગ્રીઓ

 • બારીક સમારેલા મરચા – ૨ નંગ
 • બારીક સમારેલી ડૂંગળી – ૧ નંગ
 • બારીક સમારેલુ લસણ – ૧ નંગ
 • આદૂ ની પેસ્ટ – ૨ ચમચી
 • ટમેટા સોસ – ૧ ચમચી
 • રેડ ચીલી સોસ – ૧ ચમચી
 • ગ્રીન ચિલી સોસ – ૧ ચમચી
 • સોયા સોસ – ૧ ચમચી
 • આજીનો મોટો – એક ચપટી
 • કેપ્સિકમ – ૧ નંગ
 • ઓઈલ – ૪ ચમચી
 • નમક – સ્વાદ અનુસાર

સૌથી પહેલા તો કોબીજને મિક્સરમાં નાખી ક્રશ કરી લેવાની છે પછી એમાં બારીક સમારેલ ગાજર અને મરચા મિક્સ કરો. પછી એમાં કોર્નફ્લોર , નમક , મેંદો , તીખા , આજીનો મોટો , ચાઈનીઝ મસાલો , ગરમ મસાલો , ગ્રીન ચીલી સોસો , સોયા સોસ , કોથમીર વગેરે ઉમેરો અને સરખી રીતે બધું મિક્સ કરી લો. પછી એ પેસ્ટને ઘટ્ટ બનાવવાની જરૂર પડે તો એમાં તમે મેંદો અને કોર્નફ્લોર વધારે ઉમેરી શકો છો.


આ મિશ્રણને 5 મિનિટ માટે એમ જ રહેવા દેવાનું છે પછી એમાં બટર ઉમેરો. પછી કડાઈમાં તેલ ગરમ કરી લો અને મન્ચુરીયન ગોળ-ગોળ વાળીને એમાં તળી લો. આ ગોળીને સહેજ મધ્યમ આંચ પર તળવાની છે. થોડી વાર સુધી એ ચમચા વડે હલાવતા રહો. જેવો એનો કલર ગોલ્ડન થાય એટલે તેલમાંથી કાઢી લો. તો હવે તમારા માટે મન્ચુરીયન તો તૈયાર.

હવે બનાવવાનો છે મન્ચુરીયન સોસ , તો એ તૈયાર કરવા માટે એક કડાઈ લો અને એમાં તેલ ગરમ કરો પછી એમાં જીણી સમારેલી કોબીજ ક્રશ કરેલા મરચા, બારીક સમારેલુ કેપ્સિકમ ઉમેરો અને મધ્યમ આંચ પર શેકી લો. પછી જો તમને ડુંગળી અને લસણનો સ્વાદ ઘણો જ ગમતો હોય તો એ પણ ત્યારે જ ઉમેરી દેવા.

પછી એમાં આજીનો મોટો , નમક , ગ્રીન ચીલી સોસ , રેડ ચીલી સોસ , સોયા સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરો દો. 1 મિનિટ થાય પછી એમાં પાણી સાથે મિક્સ કરેલો કોર્નફ્લોર ઉમેરો અને પછી એકદમ વ્યવસ્થિત રીતે હલાવી લેવાનું છે. પછી એમાં થોડુ પાણી અને કોથમીર ઉમેરી દો. હવે આપણે મન્ચુરીયન તૈયાર કર્યા હતા એ ઉમેરી દો. તો ચાલો હવે તૈયાર છે તમારા માટે હોટેલમાં મળે એના જેવા જ ખુબ જ ટેસ્ટી મન્ચુરીયન.

Categories
રસોઈ

હોટલ જેવો જ સ્વાદ હવે ઘરે મળશે, ભાજી પાવનો મસાલો ઘરે જ બનાવો

ભાજીપાવનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં અને ખાસ કરીને શહેરી લોકોમાં ઘણી પ્રિય છે. જે ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવે છે. તો ભાજીપાઉને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે અમે તમારા માટે ભાજીપાવનો મસાલો કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભાજીપાવનો મસાલો..

સામગ્રી

 • ૫૦ ગ્રામ ધાણા
 • ૨૫ ગ્રામ જીરું
 • ૧૦ ગ્રામ તમાલપત્ર
 • ૧૦ ગ્રામ લવીંગના પાન
 • ૧૦ ગ્રામ વરિયાળી
 • ૫ ગ્રામ મારી
 • ૫ ગ્રામ અજમો
 • ૧ ચમચી આંબોળિયાનો પાઉડર
 • ૧ ચમચી સૂંઠ નો પાઉડર
 • ૧ ચમચી સંચળનો ભૂકો
 • મીઠું સ્વાદાનુસાર
 • શેકવા માટે તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરો. હવે તેમા સામગ્રીમાં આપેલા દરેક સૂકા મસાલા શેકી લો.

ત્યાર પછી તેને ઠંડા કરીને ખાંડી લો. હવે તેને ચાળી લો. તે બાદ તેમા આમચૂર પાઉડર, સૂંઠનો પાઉડર, સંચળનો ભૂકો અને મીઠું ઉમેરી લો.

તેના બરાબર મિક્સ કરી લો. હવે આ મસાલાને તમે એર ટાઇટ બરણીમાં ભરી લો. જ્યારે પણ તમે ભાજીપાઉ બનાવો ત્યારે આ મસાલો ઉમેરવો. જેથી ભાજીપાઉનો સ્વાદ બમણો થશે.