Categories
સ્વાથ્ય

શરદી-ઉધરસ નો રામબાણ ઈલાજ એટલે “અરડૂસી ના પાનનો રસ”

જો અરડૂસીનાં પાંદડાં વિષે વાત કરીયે તો તેના પાન લાંબા હોય છે અને ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસીનો ઉપયોગ ઔષધિમાં થાય છે. એનાં પર્ણોમાં વેસિન નામનુ ઉપક્ષાર આવેલું હોય છે, અને આનો ઉપયોગ અલગ અલગ પ્રકારની દવાઓના રૂપે થાય છે. ઔષધિઓ બનાવવા માટે અરડૂસીનાં પાંદડાંઓનો ઉપયોગ થાય છે અને તેના મુળિયાંઓમાંથી તૈયાર કરાય છે. અરડૂસી ક્ષયમાં ખુબ જ ઉપયોગી છે. જો ક્ષય માટેની આધુનિક દવા પણ ચાલુ હોય તો તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ કરી શકાય છે. આ ઔષધિ સુકી અને કફવાળી એમ બન્ને પ્રકારની ઉધરસમાં અરડૂસી ખૂબ જ ઉપયોગી છે. જો કફ છૂટો ના પડતો હોય, ફેફ્સામાં અવાજ આવતો હોય, કાચો ફીણવાળો કફ આવતો હોય, અને ઉધરસ દ્વારા પણ ના નીકળતો હોય તો તેમાં અરડૂસી ફાયદો કરે છે.

અરડૂસીનો રસ પીવામાં આવે તો સ્વાસ્થ્ય રહેશે હંમેશા સારું


અરડૂસીનાં તાજા પાનને ઘસીને નીકાળેલો બે ચમચી રસ અને એક ચમચી મધ જો સવાર-સાંજ ચાટવામાં આવે તો ખાંસી માટી જાય છે , કફ પણ ઝડપથી છુટો પડે છે. જો કોઈ નાના બાળકને વરાધ-સસણી થાય તો ત્યારે પણ અરડૂસીનો અડધી જેટલો ચમચી રસ અને એટલા જ પ્રમાણમાં મધ લઈને સવાર-સાંજ આપવામાં આવે તો રાહત મળે છે. તેનાથી ખાંસી, દમ અને સસણીમાં પણ સારુ પરિણામ મળે છે. જો કોઈ વ્યક્તિને પરસેવો ગંધાવાની તકલીફ હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી જેટલો સવાર-સાંજ પીવામાં આવે અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી પણ ફાયદો મળે છે. અરડૂસીના પાનનો તાજો રસ પીવામાં આવે તો ઉધરસ, રક્તપિત્ત, કફ, ફ્લૂ, ક્ષય અને કમળામાં પણ લાભ મળે છે.

નીચે જણાવેલ દરેક રોગ મટાડે છે જડથી અરડૂસી


અરડૂસીની તાસીર ઠંડી, હળવી અને લૂખી હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે. તેનાથી કફ અને પિત્તના રોગો મટે છે. (લોકો એવું માને છે કે અરડૂસી ગરમ હોય છે તે સાવ ખોટું છે. અરડૂસીથી કફના રોગોમાં કફના જે સ્નિગ્ધ ગુણ હોય તેને નાશ કરનારા તેના રુક્ષ ગુણને લીધે હોય છે.) તે વિપાકમાં તીખી છે, વાયુ કરનારી છે. અરડૂસીનો ઉપયોગ રક્તપિત્ત, ઉધરસ અને ક્ષયમાં વધુ પ્રમાણમાં થાય છે. રક્તપિત્ત (નસકોરી ફૂટવી, લોહીની ઊલટી થવી, મળમૂત્ર માર્ગોથી લોહી પડવું, દાંતમાંથી લોહી પડવું વગેરે જેવી શરીરની કોઈપણ જગ્યાએથી રક્તસ્ત્રાવ થતો હોય )એમાં ઉત્તમ હોય છે.

શરદી-ઉધરસનો ઈલાજ એટલે અરડૂસી

અરડૂસી આ રોગો સિવાય જો કોઈને મોં આવી ગયું હોય, સોજો, કોઢ, તાવ, શીળસ, ગ્રહણી, વિષ, ઝાડા, કમળો, દમ, પ્રમેહ, મૂત્રાઘાત, તરસ, અરુચિ, સળેખમ, ચામડીના રોગો, ઊલટી, ઉરઃક્ષત, આંચકી, સંધિવા, સસણી, પાયોરિયા, મેદ, મુખની વિરસતા વગેરે રોગો પણ દૂર કરે છે. તેનાં પત્ર, પુષ્પ, મૂળ બધું જ મતલબ કે તેનો આખો છોડ દવા માં વપરાય છે. તેના પાંદડા વધુ ઉપયોગ થાય છે.