Categories
મનોરંજન

બાહુબલીની ‘દેવસેના’પ્રભાસ સાથે નહિ આ ભારતીય ક્રિકેટર સાથે ફેરા ફરશે

સાઉથ ફિલ્મની અભિનેત્રી અને ‘બાહુબલી’થી દેશભરમાં ફેમસ થઈ ચૂકેલી અનુષ્કા શેટ્ટીના લગ્નને લઈને ચર્ચાઓ થઇ રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર, બાહુબલીની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીનું ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર ઉપર દિલ આવી ગયું છે. બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એટલું જ નહીં, બંને જલ્દી જ લગ્ન કરવાના છે.

અનુષ્કા શેટ્ટીના અફેરના સમાચારોમાં સૌથી મોટી વાત એ છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી કે જેના પર તેનું દિલ આવ્યું છે, તે દક્ષિણ ભારતનો નથી પરંતુ ઉત્તર ભારતના ક્રિકેટર સાથે ઘર બાંધવાનું વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બાહુબલી હિટ થાય પછી એવા સમાચાર આવ્યા હતા કે, અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એક બીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના લગ્ન પણ થવા જઇ રહ્યા છે. પરંતુ જ્યારે સાહોના પ્રમોશન દરમિયાન કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ પર પહોંચ્યો ત્યારે પ્રભાસ આ વાતનો તેણે સંપૂર્ણ ઇનકાર કર્યો હતો.

આ પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, પ્રભાસ અને અનુષ્કા વચ્ચે કંઈ ચાલી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે, બાહુબલી પહેલા પણ અનુષ્કા અને પ્રભાસની જોડીવાળી સાઉથ ઈન્ડિયન ફિલ્મો સારી પસંદ આવી હતી. પરંતુ બંનેએ એકબીજાને પરસ્પર સંમતિથી ડેટ ન કરવાનું નક્કી કર્યું હતું.